Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જંબુસરમાં પીએમ મોદી આવે તે પેહલા જ સરીસૃપના સભા મંડપમાં આંટાફેરા :લોકો ખુરશીઓ પર ચઢી ગયા

સભા મંડપમાં સાપ નીકળતા લોકોમાં ઉછળફૂદ: પોલીસ જવાને બહાદુરી બતાવી સાપને પકડી લઈ સભા મંડપથી બહાર છોડ્યો

 

વડોદરા :વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદી સુરેન્દ્રનગર, જંબુસર, નવસારી સહિતના સ્થળોએ સભાને સંબોધન કરી હતી,ગઈકાલે તેમણે સોમનાથ, ઘોરાજી અને બોટાદની મુલાકાત લીઘી હતી. ત્યારે ભરૂચના જંબુસર ખાતે આજે વડાપ્રધાનની ચૂંટણી સભામાં તેઓના આગમન પેહલા જ સભા મંડપમાં સાપ નીકળતા લોકોમાં ઉછળફૂદ જોવા મળી હતી.

 મંડપમાં આગળની હરોળમાં સરીસૃપ દેખાતા લોકો ખુરશી ઉપર ચઢી જવા સાથે ક્ષણિક ઉત્તેજના સાથે દોડધામ મચી ગઇ હતી. નજીકમાં જ રહેલી પોલીસ પણ તરત સ્થળ ઉપર આવી ગઈ હતી.

એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી લેતા પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવી લીધો હતો. પોલીસ જવાને સાપને હાથમાં પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજે વડાપ્રધાન મોદી પેહલી વખત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરવાના છે.

(12:10 am IST)