Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કૉંગ્રેસ અગ્રણી નેતાઓ સમજાવ્યા બાદ કામિનીબા રાઠોડે પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

કોંગ્રેસે દહેગામ વિધાનસભા બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા પૂર્વ ધારાસભ્ય કામિનીબા કોંગ્રેસથી નારાજ થયા હતા

ગાંધીનગરની દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ખુબજ ઉતાર ચઢાવ જોવા પડ્યા છે.અહીં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કૉંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. તેમજ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે કૉંગ્રેસમાં દોડધામ જોવા મળી હતી.કૉંગ્રેસના અગ્રેણી નેતાઓ સમજાવ્યા બાદ કામિનીબાએ પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.

આજે ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ હતો. નોંધનીય છે કે, કોંગ્રેસે દહેગામ વિધાનસભા બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. જેથી પૂર્વ ધારાસભ્ય કામિનીબા કોંગ્રેસથી નારાજ થયા હતા.

 

(9:14 pm IST)