Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદ મનપાની કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ

એલજી હોસ્પિટલમાં 55 વેન્ટિલેટર, એસવીપી હોસ્પિટલમાં 138 વેન્ટિલેટર, વીએસ હોસ્પિટલમાં 40 અને શારદાબેન હોસ્પિટલમાં 17 વેન્ટિલેટર સાથેના આઇસીયુ બેડની વ્યવસ્થા

અમદાવાદ મહાનગર પાલિકાએ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી છે. જેમાં એએમસી સંચાલિત વિવિધ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના બેડનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. એસવીપી, શારદાબેન, એલજી અને વીએસ હોસ્પિટલમાં વધારાના 250 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે..

જે અંતર્ગત એલજી હોસ્પિટલમાં 55 વેન્ટિલેટર, એસવીપી હોસ્પિટલમાં 138 વેન્ટિલેટર, વીએસ હોસ્પિટલમાં 40 અને શારદાબેન હોસ્પિટલમાં 17 વેન્ટિલેટર સાથેના આઇસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.. ઓક્સિજનને લઈને પણ એએમસી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.. શહેરના 20 પ્રાથમિક આરોગ્ય સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે..

આ ઉપરાંત પાલડીના નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલોપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..

(12:15 am IST)