Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગાંધીનગરમાં પ્રભારી મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ : ખારવા સમાજના રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી અપાઈ

ધારાસભ્ય બાબુભાઇ બોખિરીયાને રજૂઆત કરતા સાંસદ , ધારાસભ્ય અને આગેવાનની હાજરીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી

પોરબંદર માછીમાર બોટ એસોસીએશન,પોરબંદર જિલ્લા માછીમાર મહામંડળ પોરબંદર જિલ્લા માછીમાર સેલ દ્વારા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાને પ્રશ્નો લેખિતમાં આપતા પોરબંદરના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી અને અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે પોરબંદરના સાંસદસભ્ય રમેશભાઈ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાની આગેવાનીમાં પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ રણછોડભાઈ શિયાળ,બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી અને સમાજના આગેવાનો સાથે ગાંધીનગર ખાતે ગુજરાતના કૃષિ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ફિશરીશ અને જીએમબીના અધિકારીઑ સાથે બેઠક કરી અને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું બાકી રહેલા સર્વે કામો તાત્કાલિક પૂરા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને શુભેછા પાઠવી

ઉપરોકત વિષયમાં ખારવા સમાજ દ્વારા જે રજુઆત થયેલ છે તે સરકાર તરફથી તાત્કાલિક બધાજ પ્રશ્નો નું નિરાકરણ કરવા વહેલી તકે કામ શરૂ થાય તેવી ખાત્રી આપવામાં આવી છે

(8:56 pm IST)