Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ટ્રકમાં બનાવેલ ચોર ખાનામા સંતાડેલ એક કરોડનો એક ટનથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપી લેતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ: ઓરિસ્સાથી આવેલો જથ્થો સુરત ડીંડોલીના અરુણને આપવાનો હતો

રાજકોટઃ પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર સુ ધ્વારા શરૂ કરવામાં આવેલ “NO DRUGS IN SURAT CITY” ઝુંબેશ અન્વયે, વિશ્વમા સૌથી વધુ ઝડપી વિકાસ પામતા અને સેફ સીટી ગણાતા એવા સુરત શહેર અને ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચઢતા અટકાવવા તેમજ તે બદીને નેસ્ત નાબુદ કરવા માટે, સુરત શહેરમાં અન્ય રાજયો માંથી ચોરી છુપીથી ગાંજો, ડ્રગ્સની હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિઓ ઉપર લગામ કસવા અને આ પ્રવૃતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવવા ગાંજો, ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે આપેલ સખ્ત સુચનાઓ અનુસાર અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક & ક્રાઈમ, નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ક્રાઇમ બ્રાન્ચની સુચનાઓ અનુસાર પો.સબ.ઇન્સ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો ધ્વારા વર્કઆઉટ હાથ ધરી, નાર્કોટીક્સ પદાર્થોની હેરાફેરી/ વેચાણની બદીને શોધી કાઢી અટકાવવા અને કાયદેસર કરવા સારુ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સ આધારે વર્કઆઉટ હાથ ધરી ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંમ્પ નજીક માધવ પાર્ક ટ્રાન્સપોર્ટ ગોડાઉનની બાજુમા આવેલ નવા રોડ ઉપરથી એક અશોકા લેલન ટ્રક નંબર MH–18–BG–2891 મા બનાવેલ ચોર ખાનાઓ સંતાડી સુરત શહેરમાં ઘુસાડતા પહેલા જ વગર પાસ પરમીટનો પ્રતિબંધીત ગાંજાનો જથ્થો જેનુ કુલ વજન ૧૦૦૯.૨૯૦ કીલો કી.રૂા.૧,૦૦૯૨,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ–૪, કી.રૂા.૨૧,૦૦૦/- તથા અશોકા લેલન ટ્રક કી.રૂા.૧૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૧૨,૧૩,૯૦૦ના મુદ્દામાલ સાથે નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડેલ છે.

(૧) મોહંમદ ફઇમ મોહંમદ રફીક શેખ ઉવ. ૨૪ રહે. ઘર નં-૧/૧૫૪૬/૯, ખલીફા સ્ટ્રીટ, અગારીની ચાલ, નાનપુરા, સુરત. મુળવતન-રહે. ગામ–ચાલશેરી, જી.મલપુરમ (કેરળ) (૨) મોહંમદ યુસુફ ગોસમોહંમદ શેખ ઉવ.૪૫ રહે. ઘર નંબર, ૧/૩૧૭૨, ખ્વાજાદાના દરગાહ, બડેખા ચકલા, નાનપુરા સુરત (૩) અરૂણ સાહેબરાવ મહાડીક ઉ.વ.૩૭ રહેવાસી ૨૦૬, તિરૂપતિ રો-હાઉસ, ડીંડોલી ફાયર સ્ટેશન, ખરવાસા રોડ,

સુરત મુળવતન:– તરવાડેગામ તા.ચાલીસગાંવ જી.જલગાંવ મહારાષ્ટ્ર

આ આરોપીઓ પાસેથી પકડાયેલ પ્રતીબંધીત ગાંજાના જથ્થા બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, મજકુર બંન્ને ઇસમો આ ગાંજાનો જથ્થો ઓરીસ્સા રાજ્યના ગંજામ જીલ્લાના બરમપુર ગામ નજીક દિલીપ ગૌડા નામના ઇસમ પાસેથી ભરી લાવેલ અને સુરત ડીંડોલીમાં રહેતા અરૂણ સાહેબરાવ મહાડીકને આપવાનો હોવાનુ જણાવતા આરોપી અરૂણ સાહેબરાવ મહાડીક રહેવાસી ડીંડોલી સુરત શહેરનાઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે.

 આ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધમાંડી.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૫૨૧૦૨૭૫ NDPS એક્ટ કલમ ૮(સી), ૨૦(બી)(ii), (સી),૨૯ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

એક ટનથી પણ વધારે ગાંજાના જથ્થાને ઝડપી પાડી નાકોર્ટીક્સની બદીને સુરત શહેરમાં ફેલાતી અટકાવવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. સુરત શહેરમાં આવી ડ્રગ્સની પ્રવૃતિ સાથે સંકળાયેલ તમામ ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી સુરત શહેર પોલીસ ધ્વારા ચલાવવામાં આવી રહેલ “NO DRUGS IN SURAT CITY" અભિયાનને સંપુર્ણ રીતે સાર્થક કરવા માટે સુરત શહેર પોલીસ કટીબધ્ધ છે.

આ કામગીરી પીઆઇ લલિત વાગડિયા, પીઆઇ એ.જી. રાઠીડ, પીએસઆઇ ચિરાગ દેસાઈ, ડી.એમ.રાઠોડ, પી.એમ. રાઠોડ, એએસઆઈ શૈલેષ રાસબિહારી અને હેડકોન્સ. મનોજ તુકારામએ આ કામગીરી કરી હતી.

(8:10 pm IST)