Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જરોદ:રાજસ્થાનથી દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો લાવવાનું નેટવર્ક જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું

જરોદ: રાજસ્થાનથી દારૃનો જથ્થો દૂધના ટેન્કરમાં નીચે બનાવેલા ખાનામાં છુપાવીને ગુજરાતમાં લાવવાનું નેટવર્ક જિલ્લા એલસીબીએ ઝડપી પાડયું છે. પોલીસે દારૃની બોટલો અને ટેન્કર મળી કુલ રૃા.૨૯.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે દૂધ ભરવાના ટેન્કરમાં દારૃનો જથ્થો ભર્યો છે તેમજ આ ટેન્કર ઇન્દોર, દાહોદ, ગોધરા તરફથી આવી વાયા હાલોલ, જરોદ, વડોદરાથી આણંદ જવાની છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફના માણસોએ જરોદ હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટેન્કર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા ટેન્કર ઉપર નોટ ફોર સેલ અને દૂધનો ઉલ્લેખ કર્યો હતો તેમ જણાયું હતું તેમજ ટેન્કર ખાલી જણાઇ હતી.

પોલીસે ટેન્કરના નીચેના ભાગે તપાસ કરતા ચોરખાનું મળ્યું  હતું. આ ખાનામાંથી દારૃની ૪૭૪૦ દારૃની પેટીઓ મળી હતી. રૃા.૧૮.૯૬ લાખ કિંમતનો દારૃનો જથ્થો, ટેન્કર, બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ટેન્કરના ડ્રાઇવર ઓમપ્રકાશ લાદુરામ બિશ્નોઇ (રહે.ચેનપુરા, તા.ધોરીમન્ના, જી.બાડમેર, રાજસ્થાન) અને ક્લિનર રમેશ મંગલારામ બિશ્નોઇ (રહે.વિરાવા તા.ચિતલવાના, જિ.ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડયા હતાં.

પોલીસે દારૃના જથ્થા સાથે ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા રાજસ્થાનના સાચોરના જીતેન્દ્ર ઠાકર નામના શખ્સે જથ્થો ભરી આપ્યો હતો તેમ જણાવ્યું હતું. આ અંગે દારૃ સાથે ઝડપાયેલા બે શખ્સો, દારૃ ભરનાર, ટેન્કરના ચાલક અને જથ્થો મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(6:03 pm IST)