Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરતના ચૌટાબજારમાં ગૃહિણીના પર્સમાંથી 70 હજાર સેરવી ગઠિયો છૂમંતર....

 સુરત: શહેરના જાણીતા ચૌટાબજારમાં લગ્નસરાની ધૂમ ખરીદી ચાલી રહી હોવાથી ભીડ નો લાભ ઉઠાવીને અડાજણની મહિલાના પર્સમાંથી રૃ. 70 હજાર સેરવી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

અડાજણ આનંદ મહેલ રોડ સ્નેહ સંકુલ વાડીની પાસે સ્વીટહોમ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન જતીન મોદી (ઉ.વ.31 )ની નણંદની દીકરીના આગામી 18 મી તારીખે લગ્ન હોવાથી પુત્રી તથા નણંદની દીકરી અને તેના સાસુ અને નણંદ સાથે ચૌટાબજારમાં ખરીદી કરવા ગયા હતા. તે વખતે ભીડનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યો હેતલબેન ના પર્સેમાંથી રોકડા રૃ.70 હજાર ચોરી ગયો હતો. બનાવ અંગે હેતલબેન અઠવા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)