Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાધનપુર નજીક રોડ પર જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં આક્રોશ

રાધનપુર:શહેરમાં અનેક સ્થળો પર હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળે છે. આ વેસ્ટ કચરો ગાય સહિતના પશુઓ ખાતા હોઇ અને કચરામાંની સોય સહિતની વસ્તુઓ નુકશાન કરતા હોઇ શહેરીજનો અને પશુપ્રેમીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. ઘોર બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી હતી.

રાધનપુર સાતુન રોડ પર આવેલ શાંતિધામ થી આગળ રોડની બાજુમા શહેરના હોસ્પિટલ સંચાલક દ્વારા જાહેરમાં  ં ઇન્જેક્શન તેમજ સોય સહિત મેડિકલ વેસ્ટ  ખુલ્લામાં નાખવામાં આવેલ છે .જેથી ે રખડતા ગાય સહિતના પશુઓ  બાયામેડીકલ વેસ્ટ અને ખાસ કરીને સીરીઝસોયનિડલને કારણે ઇજા થવી અથવા નુકશાન થતું જોવા મળે છે. જેથી પશુપ્રેમીઓમાં કચવાટની લાગણી જન્મી છે. અગાઉ પણ શાંતિધામ નજીક સવસ રોડની બાજુમાં નાખવામાં આવેલ મેડિકલ વેસ્ટ બાબતે નગર પાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી .જો કે  તપાસના નામે ફીંડલું વીટીં દેવાયું હોવાનું ચર્ચાય છે. જેથી નિયમો વિરૃદ્ધ જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા તબીબો અને હોસ્પિટલો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ રાધનપુર વાસીઓમાંથી ઉઠવા પામી છે.

(5:53 pm IST)