Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજ્યમાં હવે આકરી ઠંડી પડશે : લઘુતમ તાપમાનમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

માવઠાં અને વાદળછાયું વાતાવરણ દૂર થયા બાદ હવે આકરી ઠંડી પડશે

અમદાવાદ :રાજ્યમાં માવઠાંની સ્થિતિ દૂર થયા બાદ હવે ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે હવામાન ખાતાએ કહ્યું છે કે ૨4 કલાક બાદ આગામી ત્રણ થી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ૨ થી 4 ડિગ્રીનો ઘટાડો થશે મતલબ આવતીકાલ સોમવારથી ઠંડીનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે .

માવઠાંના કારણે વરસાદ અને વાદળછાયા વાતાવરણ બાદ હવે શિયાળાની આકરી ઠંડી શરૂ થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું એકમાત્ર નલિયામાં 18 6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી ઉલ્ટાનું રાજ્યના પાંચ શહેર સુરત વલસાડ દમણ વેરાવળ અને મહુવામાં 35 ડિગ્રીથી ઉપર પારો નોંધાયો હતો તેના કારણે લોકોએ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કર્યો હતો જ્યારે 16 શહેરોમાં 30 ડિગ્રીથી માંડીને 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા લોકોએ ગરમીથી અકળાયા હતા અલબત્ત હજુ પણ મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે .

(11:54 am IST)