Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુરત પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાંથી એક કરોડનો ગાંજો ઝડપ્યો

-બાતમીના આધારે પોલીસને મોટી સફળતા :પોલીસ કમિશ્નર અજય તોમરે પોલીસની કામગીરી બિરદાવી

સુરત : સુરતમાં ક્રાઇમ રેટ વધવાની સાથે હવે નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે, સુરતમાંથી અવાર નવા ડ્રગ્સના કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરતમાં પોલીસે 1 કરોડનો ગાંજો ઝડપી પાડ઼્યો છે.સુરત પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાંથી ગાંજો ઝડપી પાડ્યો હતો..

પોલીસ ગૌરવ સમારોહમાં પોલીસ કમિશ્નર અજય તોમરે આપી માહિતી આપતા જણાવ્યું કે ગઈકાલે સવારે 1 ટ્રકમાંથી 1 કરોડનો ગાંઝો પકડી પાડવામાં આવ્યો છે જે બદલે પોલીસ કમિશ્નર અજય તોમરે પોલીસની કામગીરી બિરદાવી હતી અને સુરત પોલીસને અભિનંદન આપ્યા હતા..

સુરતમાં અગાઉ કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પર ડ્રગ્સ મળવાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો..પોલીસે આરોપી પાસેથી 58.530 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું હતું જેની કિમત આંતરાષ્ટ્રીય બજારમાં લાખોમાં અંકાઇ રહી છે. ઝાલોરના પ્રવિણ વાના નામના શખ્સ પાસે ડ્રગ્સનો જથ્થો સરથાણાના જૈમીન સવાણીએ મંગાવ્યો હતો. જેથી પોલીસે પોલીસે જૈમીન સવાણી સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:10 am IST)