Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જયારે, પોતાના જન્મ પહેલાના પ્રચલિત કાઠિયાવાડી ગીત ગાવાની ચેલેન્જ જાણીતા સિંગર દીપ શિખાજી દ્વારા ઉપાડી લેવામાં આવેલ

પ્રોત્સાહિત કરવા જીજ્ઞેશ કવિરાજ પણ સ્ટેજ પર સથવારો કરાવ્યો અને ૫૦ વર્ષ પહેલાંના 'મહેંદી તે વાવી માળવે અને રંગ ગયો ગુજરાત' શરૂ થતાં દર્શકો ઊભા થઈ ઝૂમી ઉઠેલઃ નોન ગુજરાતી ગાઈકા દ્વારા પ્રશંસકોની લાગણી સામે નતમસ્તક બન્યા, એક રસપ્રદ કથા

  રાજકોટ તા. ૨૨, આજથી ૫૦ વર્ષ પહેલાં ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર લોકપ્રિય બનેલ ગીત એટલે મહેંદી તે વાવી માળવે અને રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો. ફિલ્મ અને ગેર ફિલ્મી એવું ગીત જયારે ખૂબ પ્રચલિત બનેલ ત્યારે જેમનો જન્મ પણ થયો ન હતો તેવા એક નોન ગુજરાતી અર્થાત્ મૂળ બિહારના સાસારામના વતની એવા મધુર અવાજ માટે જાણીતા વિડિયો સિંગર દીપ શિખાજી ચૌધરી દ્વારા તાજેતરમાં આ પ્રશંસકો અને હાજર મોટી સંખ્યાના લોકોની લાગણી ધ્યાને    લઇ આ ચેલેન્જ ઉપાડી અને સફળતાપૂર્વક પાર પાડી હતી.

દીપ શિખાજી સાથે ગુજરાતના જાણીતા લોક ગાયક જીજ્ઞેશ કવિ રાજ પણ જોડતા આ ગીતને ચાર ચાંદ લાગી ગયા હતા. જેના સંખ્યાબંધ આલ્બમ દેશ ભકિત, હિન્દી ફિલ્મી ગીત, વિવિધ યાત્રા સ્થળના મહત્વ અને કોરોના વોરિયર્સને બિરદાવતા પ્રસારિત થઈ  અને  યુ ટ્યુબ  પર ધૂમ મચાવે છે તેવા આ એવોર્ડ વિજેતા ગાયિકા દ્વારા આરતી સહિત વિવિધ ગુજરાતી ગીતો ગવાયા છે પણ પ્રશંસકો દ્વારા થયેલ માંગણી બાદ ચેલેન્જ ઉપાડી જેવી શરૂઆત કરી તે સાથે જ દર્શકો ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે પોતાની ખુશી વ્યકત કરેલ. બિહારના વતની એવા આ જાણીતા સિંગર માટે પણ આ કસોટી હતી, અત્રે યાદ રહે કે દીપ શિખા જીના પતિ એવા અજય કુમાર ચૌધરી કે જે અમદાવાદના લોકપ્રિય જોઇન્ટ પોલિસ કમિશનર હોવા સાથે દેશ વિદેશની આર્ટ ગેલેરીઓમાં તેમના ચિત્રો ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. 

(10:35 am IST)