Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

નવસારીમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાઈ ગયો

કપિરાજે ગાડીઓ અને ઘરોના કાચ તોડ્યા હતા : એક મહિનામાં ૫૦થી વધુ ગાડીઓ અને ઘરોના કાચ તોડીને આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયો

સુપા, તા.૨૧ : નવસારીના સુપા ગામે આતંક મચાવનાર કપિરાજને આખરે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે. વન વિભાગની ભારે મહેનત બાદ કપિરાજ પાંજરે પૂરાઈ જતાં ગામના લોકોએ રાહતના શ્વાસ લીધા છે. આ કપિરાજે સુપા ગામે અનેક વાહનો અને ઘરના બારીઓના કાચને નિશાન બનાવ્યા હતા. તદુપરાંત ગામમાં પાર્ક કરેલા વાહનોના સાઈડ મિરર તોડવાની ઘટના પણ કેમેરામાં કેદ થઈ હતી. આ કપિરાજ ઘરોના બારીઓના કાચ તોડી રહ્યો હતો. જેથી ગામના લોકો ડરી ગયા હતા. આ ઘટના અંગે વન વિભાગ તેમજ એનિમલ સેવિંગ સોસાયટીને જાણ કરાઈ હતી. મળતી માહિતી મુજબ, નવસારીના સુપામાં તોફાની કપિરાજે હાહાકાર મચાવ્યો હતો. જે વસ્તુ પર નજર જાય તેને આ કપિરાજ તરત તોડી નાખી નુકસાન પહોંચાડતો હતો. જેથી ગ્રામજનો પરેશાન થયા હતા. જોકે, આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગે કપિરાજને પૂરવા માટે પાંજરૂ મુક્યું હતું.

             જેમાં આજે રવિવારે કપિરાજ પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કપિરાજ દ્વારા ઘણાં સમયથી બાઈકના સાઈડ મિરર, ઘરના બારીના કાચ તોડતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તોફાની કપિરાજ ગામમાં આવેલા વાહનો કે ગાડીઓના કાચ તોડીને તેમાં મુકેલી ચીજવસ્તુઓ ઉઠાવી જતો હતો. આ કપિરાજે આખા ગામમાં ડરનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ કપિરાજ ક્યારેક લોકોના ઘરની બારીઓના કાચ તોડી નાખતો અને ક્યારેક ઘરની બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખતો હતો. પરંતુ જો તેને ભગાડવાના પ્રયાસ કરવામાં આવે તો લોકોએ તેના હુમલાનો શિકાર પણ બનવું પડ્યું હતું. આ કપિરાજે છેલ્લાં એક મહિનામાં ગામમાં ૫૦થી વધુ ગાડીઓ અને ઘરોમાં મૂકેલા સામાનને નુકસાન પહોચાડ્યું હતું. કપિરાજને પકડવા માટે વન-વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજે રવિવારે વહેલી સવારે કપિરાજ પાંજરે પૂરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કપિરાજે ગામમાં ડરનું વાતાવરણ ઊભું કર્યું છે. ક્યારેક લોકોની ઘરની બારીઓના તો ક્યારેક બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડીને સાથે લઈ જતો હતો.

(8:55 pm IST)