Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1495 કેસ નોંધાયા :વધુ 13 લોકોના મોત : વધુ 1167 દર્દીઓ સાજા થતા કુલ 1,79,953 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 1,97,412 થયો : મૃત્યુઆંક 3859

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 341 કેસ, સુરતમાં 266 કેસ, વડોદરામાં 166 કેસ, રાજકોટમાં 145 કેસ, ગાંધીનગરમાં 94 કેસ, મહેસાણામાં 60 કેસ, જામનગરમાં 40 કેસ, કચ્છમાં 31 કેસ, પાટણમાં 30 કેસ, બનાસકાંઠામાં 28 કેસ, જૂનાગઢમાં 27 કેસ પંચમહાલમાં 24 કેસ, ખેડા અને ભાવનગરમાં 23-23 કેસ, સાબરકાંઠામાં 21 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 13,600 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે ગઈ કાલે રાજ્યમાં પહેલીવાર 1500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1495 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1495 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1167 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો 1,97,412 એ પહોંચ્યો છે જયારે આજે વધુ 1167 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,79,953 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 13 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3859 થયો છે

  . રાજ્યમાં હાલ 13, 600 એક્ટિવ કેસ છે, જ્યારે 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,507  લોકો  સ્ટેબલ છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં  8 સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1 , ભવાનગરમાં 1 અને ગાંધીનગરમાં 1 મેલિન એકુલ 13  લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1495 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 341 કેસ,સુરતમાં 266 કેસ,વડોદરામાં 166 કેસ, રાજકોટમાં 145 કેસ,ગાંધીનગરમાં 94 કેસ, મહેસાણામાં 60 કેસ, જામનગરમાં 40 કેસ, કચ્છમાં 31 કેસ,પાટણમાં 30 કેસ,બનાસકાંઠામાં 28 કેસ,જૂનાગઢમાં 27 કેસ પંચમહાલમાં 24 કેસ, ખેડા અને ભાવનગરમાં 23-23  કેસ, સાબરકાંઠામાં 21 કેસ નોંધાયા છે

 રાજ્યમાં આજે કોરોનાના  63,739 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 72,35,184 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં સાજા થવાનો દર 91,16 ટકા છે

(7:12 pm IST)