Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો :માન્યતા થઈ શકે કેન્સલ: એનઓસી જ બોગસ !!

શિક્ષણ વિભાગની તપાસમાં પોલ ખુલી જત્તા સ્કૂલ સામે ફોજદારી પગલા લેવા ભલામણ

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ સાથેના કનેક્શનની વિવાદમા આવેલી હાથીજણ સ્થિત ડીપીએસની માન્યતા રદ્દ થઈ શકે છે. શિક્ષણ વિભાગની તપાસ બાદ કેટલીક બાબતો એવી સામે આવી છે કે જેને લઈને શાળાની માન્યતા રદ્દ થઈ શકે છે.

  શિક્ષણ સચિવ વિનોદ રાવે સીબીએસઈને કરેલા રિપોર્ટ પ્રમાણે સ્કૂલે બનાવટી એનઓસી ઉભુ કર્યુ હતુ. એનઓસીના મંજૂર થયુ હોવા છત્તા એનઓસી મળ્યાનો સ્કૂલે દર્શાવ્યુ હતુ. સ્કૂલનું એનઓસી 2010માં નામંજૂર કરાયુ હતુ. તેમ છત્તા 2012માં એનઓસી મળ્યાની રજૂઆત કરાઈ હતી.

  શિક્ષણ વિભાગની તપાસમાં સ્કૂલની પોલ ખુલી જત્તા હવે સ્કૂલ સામે ફોજદારી પગલા લેવા ભલામણ કરાઈ છે. આટલુ જ નહી ડીપીએસનું વધુ એક કૌભાંડ પણ સામે આવ્યું છે જેમાં ડીપીએસની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે

(9:59 pm IST)