Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતમાં ગુજરાત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ-2019નો પ્રારંભ

રણ દિવસ સુધી ખેલાડીઓ પોતાની ગેમનું શાનદાર પ્રદર્શન કરશે.

: સુરત શહેરમાં ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટમાં રાજયના વિવિધ શહેરોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ સુરતના એસવીએનઆઇટી કેમ્પસમાં યોજાઇ રહી છે. ત્રણ દિવસ સુધી ખેલાડીઓ પોતાની ગેમનું શાનદાર પ્રદર્શન કરશે.

 તા,22 થી 24મી સુધી ચાલનારી સ્પર્ધાને ખુલ્લી મુકતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનું યુવાધન રમતગમત ક્ષેત્રમાં દેશ અને દુનિયામાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાની સાથે મેડલો જીતી આગવી છાપ ઊભી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના રમતગમત કૌશલ્યને ઉજાગર કરવા તેમજ ખેલ મહાકુંભમાં સ્પર્ધકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે 40 કરોડ રુપિયાથી વધુના ઈનામો એનાયત કર્યા છે.

  તેમણે ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિશ્વભરમાં ચમકી રહેલુ સુરત બાસ્કેટબોલમાં પણ ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરે તેવી આકાંક્ષા વ્યક્ત કરી હતી. બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સુક તમામ યુવા ખેલાડીઓને આવકારી તેમની ઉત્તરોત્તર પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

(9:23 pm IST)