Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતના ઉધનામાં ગેસ લાઈન લીકેજ તાહતા આગ ભભૂકી : ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે

આગની ઘટનાને પગલે નાશભાગ : નજીકની શાળાના બાળકોના જીવ તાળવે ચોંટ્યા

સુરતના ઉધનામાં ગેસ લાઈનમાં આગની ઘટના ઘટી છે. ગેસલાઈનના ખોદકામ દરમિયાન ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઉંચે સુધી જોવા મળી હતી. આગની ઘટનાને પગલે સુરત ફાયર વિભાગ અને ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગને પગલે ભારે નાસભાગ થઈ હતી. તો આગની ઘટના જ્યાં ઘટી હતી ત્યાં નજીકમાં શાળા આવેલી છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા

(9:21 pm IST)