Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

આણંદના ભાલેજ ઓવરબ્રિજ નજીક પુરપાટ ઝડપે જતી રિક્ષાએ રસ્તો ઓળંગતા યુવાનને હડફેટે લીધો:યુવકે ઘટનાસ્થળેજ દમ તોડતા ચકચાર

આણંદ:શહેરના ભાલેજ ઓવરબ્રીજ ઉપર ત્રણેક દિવસ પહેલા રોડ ક્રોસ કરી રહેલા ભાલેજના યુવાનને પુરપાટ ઝડપે આવી ચઢેલી સીએનજી રીક્ષાએ ટક્કર મારતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ભાલેજ ગામે રહેતો સાદીકમીંયા અબ્દુલમીંયા મલેક (ઉ. વ. ૪૦)ગત ૧૮મી તારીખના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે ભાલેજથી પીયાગો રીક્ષામાં બેસીને આણંદના ભાલેજ ઓવરબ્રીજ ઉપર ઉતર્યો હતો. તેને પાણીની ટાંકી પાસે જવાનું હોય રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી સીએનજી રીક્ષા નંબર જીજે-૨૩, ઝેડ-૫૨૭૫એ ટક્કર મારતાં તેને માથામાં તેમજ શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી જેથી તુરંત જ સારવાર માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે તેનું અવસાન થયું હતુ.

(5:42 pm IST)