Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે નજીક સર્જાયેલ ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મોત: અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા આંકલાવડી ગામની સીમમાં ગઈકાલે બપોરના સુમારે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું હતુ જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ગોઝારા અકસ્માતની મળતી વિગતો અનુસાર ફરિયાદી રામવકીલ તોતારામ સીકરવાર ગઈકાલે ઓશીયા કંપનીના ગોડાઉનમાંથી પરચુરણ માલસામાન આઈશર ટેમ્પા નંબર જીજે-૨૭, એક્સ-૨૦૩૫માં ભરીને બપોરના સુમારે વડોદરાના ગોત્રી જવા નીકળ્યા હતા.

(5:39 pm IST)