Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કપડવંજના માલઈંટાડી નજીક જમીન બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ત્રણ શખ્સોએ એકઠા થઈને કૌટુંબિક ભાઈઓને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

કપડવંજ:તાલુકાના માલઈંટાડી તાબે રઈજી બારૈયાના મુવાડામાં જમીનના ભાગ બાબતે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલા ત્રણ જણાંએ ભેગા મળી કૌટુંબી બે ભાઈઓને માર મારતા આ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના માલઈંટાડી તાબે રઈજી બારૈયાના મુવાડામાં પુનમભાઈ શીવાભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ગત મંગળવારના રોજ તેઓ પોતાના ઘરે હાજર હતાં તે વખતે ગામમાં જ રહેતાં તેમના કુટુંબી પિતરાઈ ભાઈ મહેશભાઈ રામાભાઈ પરમાર ગમે તેમ અપશબ્દો બોલતાં બોલતાં પુનમભાઈ પરમારના ઘરે આવી પહોંચ્યો હતો. અને જમીન બાબતે ઝઘડો કરી પુનમભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને ઉશ્કેરાઈ જઈ પુનમભાઈને બચકું ભરી ઈજા પહોંચાડી હતી.

(5:39 pm IST)