Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પાલનપુર એલસીબીએ ધાનેરા-કંડલા હાઇવે પરથી તાડપત્રીની ચોરી કરતી ગેંગના સાત સભ્યોને ઝડપી પાડ્યા

પાલનપુર:એલસીબી પોલસે બાતમી આધારે ધાનેરા-કંડલા હાઈવે રોડ પરથી ટાટાસુમો ગાડીમાંથી તાડપત્રી કાપી ચાવના કટ્ટા, તેલના ડબ્બા, ખાંડ, ચોખાની ચોરી કરતી તાડપત્રી ગેંગના સાત આરોપીઓ ઝડપી પાડયા હતા. આ રેડમાં પામોલીન ઓઈલના ૧૦ બોક્ષ, રૃા. ૯૭૦૦ના જપ્ત કરી પુછપરછ દરમિયાન રાજસ્થાનમાં વિવિધ વિસ્તારોમાં કરેલી ચોરીઓ કબુલી હતી. ભીલડી પોલીસની હદમાં એક વર્ષમાં ચાર ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ કબુલાત કરી હતી.

પાલનપુર એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી. પરમાર તથા પીએસઆઈ એસ.વી. આહીર અને ભીલડી પોલીસના સ્ટાફને મળેલ બાતમી  આધારે ધાનેરા-કંડલા હાઈવે રોડ તથા  થરાદ રોડ પર જતા માલવાહકોની પાછળ વાહનોનો પીછો કરી તાડપત્રી કાપી તેમાંથી તેલના ડબ્બા, ચાવલના કટ્ટા, ખાંડ, ચોખા, સાબુ વગેરેની ચોરી કરતી ગેંગ ટાટાસુમો ગાડી લઈને પસાર થનાર છે. જે આધારે ધાનેરા ચાર રસ્તાથી રાધનપુર રોડ પર જતા રોડ પરથી રાત્રીના ૯.૦૦ની આસપાસ તાડપત્રી ગેંગનો સરદાર જાવેદશા, બચલશા સાંઈ (ફકીર) મુળ ધાનેરા, હાલ અંબાજી રહેતો ગાડી લઈને નીકળતા લોરવાડા પીકઅપ સ્ટેન્ડ  ડીસા તરફના વાહનો ચેક કરતા આ ગાડીની તલાશી લેતા ડ્રાયવર સહિત ૭ શખસો બેઠેલા હતા. તેમને નીચે ઉતારી પુછપરછ કરી ગાડી તલાશી લેતા ગાડીમાંથી રૃચી ગોલ્ડ રીફાઈન્ડ પામોલીન ઓઈલ ઈન્ડિયા બ્રાન્ડના માર્કાના બોક્ષ ૧૦ ૯૭૦૦ની કિંમતના મળી આવ્યા હતા. પુછપરછમાં ભાચરવાથી વિઠોદર રોડ ઉપર પસાર થતી ટ્રકમાંથી તાડપત્રી કાપી ચોરી કબુલી હતી તેમજ ભીલડી પોલીસ સ્ટેશનની હદમાં આ ચાર ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

(5:38 pm IST)