Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહેસાણાના હારિજમાં પોલીસે બાતમીના આધારે દેશી બનાવટની બિનઅધિકૃત બે બંદૂકો સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી

મહેસાણા: શહેરના હારીજના દાંતરવાડા ગામની સીમમાંથી પોલીસે બાતમી આધારે દેશી હાથ બાવટની બિનઅધિકૃત બે બંદૂકો ાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓએ પુછપરછ દરમિયાન વાઘેલ અને વાગોસણ ગામના  મંદિરોમાં કરેલી ચોરી અને હારીજની અંબેશ્વર સોસાયટીની ઘરફોડ ચોરીની ચોંકાવનારી કબુલાત કરતાં ત્રણ ગુનાઓ ઉકેલાયા હતા.

પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી હારીજ પોલીસ મથકે નોંધાયેલ વાઘેલ ગામના સિધ્ધેશ્વરી માતાજીના મંદિરની ચોરી, વાગોસણ ગામે જોગણી માતાજીના મંદિરની ચોરી તેમજ હારીજની અંબેશ્વર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી સાડા ત્રણ કિલો ચાંદીના માતાજીના પગલા, ચાંદીના છત્તર, સોનાની વીંટી, સોનાના પેન્ડલ, લોકેટ, દેશી બનાવટની બે બંદૂક, બે મોટરસાયકલ તેમજ દારૃગોળો અને છરા સહિત કુલ રૃા. ૪૨૧૯૦૦નો મુદ્દામાલ રીકવર કર્યો હતો. મળતી વિગત અનુસાર હારીજના પીએસઆઈ એ.બી. ભટ્ટ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વખતે બાતમી મળેલ કે દાંતરવાડા ગામે બાઈક પર આવેલા ત્રણ શખસો પાસે બંદૂક જેવા હથિયાર છે. જેના આધારે પોલીસે અહીંથી સિન્ધી ડફેર જલાલ સૈયા, સીન્ધી અબ્બાસ ઉર્ફે લાલો અબ્દુલ તેમજ સિન્ધી કાસમ પુનાની ધરપકડ કરી હતી. 

(5:37 pm IST)