Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગાંધીનગર એસીબીની ટીમે સાત હજારની લાંચ લેવાના પ્રકરણમાં ઝડપ્યા: અદાલતે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ગાંધીનગર: એસીબીની ટીમે તલાટીને સાત હજારની લાંચ લેતા ઝડપી પાડયોે હતો ત્યારે આજે કોર્ટમાં રજુ કરીને તેના સાત દિવસના રીમાન્ડ માંગવામાં આવતાં કોર્ટે તેના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. 

ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં રણવીરસિંહ દીલીપસિંહ રાણાએ વારસાઈ નોંધનુ પેઢીનામું કરવા સાત હજારની લાંચ માંગી હતી જે લાંચ લેતા ગઈકાલે ગાંધીનગર એસીબી પીઆઈ આર.એન.પટેલની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

(5:37 pm IST)