Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હેરસલુનની અંદર પોલીસે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 2 શકુનિઓને રંગે હાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા; શહેરના કારેલીબાગની હેરસલૂનમાંથી પોલીસે આંકડાનો જુગાર રમાડતા બે સટોડિયાને ઝડપી  પાડયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કારેલીબાગમાં આનંદ સ્કાય હારમની સામે આવેલી ઓમેરા હેર સ્ટાઇલ નામની દુકાનમાં આંકડાનો જુગાર રમાઇ રહ્યો હોવાની વિગતોને પગલે ગઇરાતે છાપો મારતાં મોબાઇલ ઉપર આંકડા લેતા બે જણા આંકડાની સ્લિપો સાથે પકડાયા હતા.

પોલીસે કિરિટ મણીભાઇ સોની (રહે. આનંદ નગર, કારેલીબાગ)ની પાસે રોકડા રૃા.૧.૪૦હજાર તેમજ ત્રણ મોબાઇલ અને એક સ્કૂટર કબજે કર્યા હતા.જ્યારે,અનિલ દેગલ વાઘ (રહે.અઘોરા મોલ પાછળ, પીએમ હાઉસિંગમાં, મંગલપાંડે રોડ) પાસે રોકડા રૃા.૧૨૨૦ અને મોબાઇલ કબજે કર્યા હતા.

(5:33 pm IST)