Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહીસાગરના કડાણા નજીક માતાએ ત્રણ બાળકીઓ સાથે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો

મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામે એક માતાએ ત્રણ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરતા  સમગ્ર  પંથકમાં ભારે ચકચાર મચી છે. ત્રણ બાળકીઓ સાથે મોત વ્હાલુ કરનાર યુવતીને કૂવામાંથી બહાર કાઢવા માટે ગ્રામજનોએ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામમાં ૨૪ વર્ષીય મંગુબેન ડામોરે ૫ વર્ષ, ૨ વર્ષ અને ૪ માસની બાળકીઓ સાથે કૂવામાં પડીને આત્મહત્યા કરી દીધી હતી.  બપોરના સુમારે બનેલી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને ગ્રામજનો દ્વારા ચારેયના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ ઘટનાની જાણ થતા સમગ્ર ડીટવાસ પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી અને પોતાની વ્હાલસોયી બાળકીઓ સાથે મોતને વ્હાલું કરનાર માતાના મોત માટે જવાબદારને આકરી સજા કરવા માંગ કરી હતી આ ઘટનાને પગલે કુંટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

(5:33 pm IST)