Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

નિત્યાનંદ આશ્રમ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક બહેન લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયા વિવિધ શરતો સાથે ગુજરાત આવવા તૈયાર

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ જાણે કોઈ સસ્પેન્સ ફિલ્મ હોય તેમ તેના રોજેરોજ નવી ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયા શરતો સાથે ગુજરાત આવવા તૈયાર થઈ છે. તેણે ફેસુબક પર વીડિયો અપલોડ કરીને કહ્યું કે, પોલીસ મારી શરતો માને તો હું ગુજરાત આવીશ. તમને જણાવી દઈએ કે, લોપામુદ્રા ફરિયાદ કરનાર જર્નાદન શર્માની મોટી પુત્ર છે. લોપામુદ્રાએ પોલીસ સામે 5 શરતો મૂકી છે. જેની ખાતરી થયા બાદ તેઓ સામે આવશે તેવું તેઓએ વીડિયો મારફતે જણાવ્યું છે.

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં કથિત ગુમ બે બહેન પૈકી લોપામુદ્રા નામની એક બહેને ફેસબુક પર ગઈકાલે લાઈવ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, નિત્યાનંદ આશ્રમમાં લોપામુદ્રાને તત્વપ્રિયા નામ આપવામાં આવ્યું છે. જેમાં તેણે પોલીસ સામે પાંચ શરતો મૂકી છે. જેની નીચે મુજબ છે. તેણે કહ્યું કે, મને પોલીસ અને વકીલનો ફોન આવ્યો કે 26 નવેમ્બરના રોજ કોર્ટમાં મારે અને મારી બહેનને હાજરી આપવી પડશે. મેં કહ્યું હા પાડી છે. પરંતુ મને બહુ ડર છે. કારણકે તે લોકોએ ગેરકાયદેસર રીતે મારી બંન્ને ગુરૂબહેનો (પ્રાણપ્રિયા અને પ્રાણતત્વ) ની ધરપકડ કરી છે. હું આ બધી બાબતોથી ખૂબ ગભરાઈ ગઈ છું. એટલે મેં 5 વાત કહી છે કે બધું રેકોર્ડમાં રાખવું. જેથી ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. જો આ બધી શરતો મંજુર કરશે તો જ હું અને મારી બહેન ઈન્ડિયા આવીશું.’

આ છે લોપામુદ્રાની 5 શરતો

1) પોલીસ પ્રોટેક્શન ... અને કોર્ટનું પ્રોટેક્શન હું અને મારી બેન આવીએ ત્યારથી. જઈએ ત્યાં સુધી.

2) મને અને મારી બેનને કિડનેપ ના કરે

3) મને અને મારી બહેનને અરેસ્ટ ના કરે

4) એ લોકો મને રોકાવા માટે ઓર્ડર નહિ કરે

5) તે લોકો બંન્ને ગુરુ બહેનો (પ્રાણપ્રિયા અને પ્રાણતત્વ) ને રિલીઝ કરે

લોપામુદ્રાની વાત પરથી સ્પષ્ટ લાગે છે કે, તે અને તેની સગીર બહેન નિત્યનંદિતા હાલ વિદેશમાં છે. તો બીજી તરફ, નિત્યાનંદ વર્ષ 2016થી કર્ણાટક રાજ્યમાંથી ગુમ છે. નોન બેલેબલ ઓફેન્સ દાખલ થતા નિત્યાનંદે ભારત સહિતના તમામ આશ્રમો છોડયા હોવાનું ગુજરાત પોલીસનું કહેવું છે. ત્યારબાદ તમામ આશ્રમોના સંચાલકો સાથે ડિજિટલી નિત્યાનંદ સાથે સંપર્કમાં હોવાનું પોલીસનું અનુમાન છે. તેથી આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસની ટીમ કર્ણાટક જઈને તપાસ કરશે. નિત્યાનંદ પર નોંધાયેલા ગુનાની, પાસપોર્ટની વિગત, આશ્રમની વિગત, રેડ કોર્નર નોટીસની વિગતો મેળવશે. આ ઉપરાંત લોપામુદ્રાએ પોતાના ફેસબુક પણ બે દિવસ પહેલા પણ પોતાના પિતા પર અનેક આરોપો કર્યા હતા.

લાંબી પોસ્ટમાં તેણે કહ્યું છે કે, તેના પિતા કેવી રીતે બંને બહેનોનો ઉપયોગ નિત્યાનંદ સામે કરી રહ્યાં છે.

આશ્રમના રહેતા બાળકોને તેમના માતાપિતાને સોંપાયા

બાળ આયોગની ટીમે જ્યારે આશ્રમના બાળકોની પૂછપરછ કરી હતી, ત્યારે બે બાળકો રડી પડ્યા હતા, અને તેઓએ ઘરે જવાની વાત કરી હતી. ત્યારે આજે બંને બાળકોને તેમના માતાપિતાને સોંપવામાં આવ્યા હતા. દિલ્હીના બંન્ને બાળકોની જવાબદારી તેમના માતાપિતાએ લીધી હતી.

(5:03 pm IST)