Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલ અધ્યાપકોને ૭માં પગાર પંચનો લાભ આપવા સરકારનો હુકમ

રાજકોટ તા ૨૨  : અધ્યાપક પેન્શનર્સ સમાજ રાજકોટ દ્વારા તા.૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવા રાજય સરકારે હુકમ કર્યાનું જાણવા મળેલ છે.

અધ્યાપક પેન્શનર્સ સમાજે એક યાદીમાં જણાવ્યું છે કે, તા. ૧-૧-૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવા રાજય સરકારનો હુકમ કરવા નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ તા. ૧/૧/૨૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોના પેન્શનનું છઠા પગાર પંચની ભલામણો પ્રમાણે પુનઃ નિર્ધારણ કરવામાં આવ્યું હતું. જે અધ્યાપકો નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજ કરી હતી તે અધ્યાપકોને પેન્શન, સાતમા પગાર પંચની ભલામણો મુજબ આપવા રાજય સરકારે હુકમ કરી દીધો છે. આ હુકમ મુજબ દરેક અધ્યાપકના પેન્શનમાં રૂા ૪ થી ૬ હજારનો વધારો થશે અને ર થી ૩ લાખ રૂપિયા એરીયર્સ પેટે મળશે. ગુજરાતના ૩૦૦૦ અધ્યાપકોને આ લાભ મળશે. અધ્યાપક સમાજના કન્વીનર શ્રી વી.યુ. રાયચુરાએ તમામ નિવૃત અધ્યાપકોને પોતાની કોલેજમાં જઇ જરૂરી પત્રકો ભરી, આચાર્યશ્રીને આપી દેવા, એક અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:42 pm IST)