Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતના ડિંડોલીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ- સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને હત્યાના પ્રયાસમાં નરાધમને આજીવન કેદ ની સજા

સુરતમાં ડિંડોલીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટે દોષિત રોશન ભૂમિહારને આજીવન કેદની સજા ફટકારી છે

  . પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર. કે. દેસાઈની કોર્ટે આરોપી રોશન ભૂમિહારને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. ઉપરાંત પીડિત બાળકીના પરિવારને વધારાના વળતર માટે સત્તામંડળને ભલામણ પણ કરી છે.

  નરાધમ રોશન બાળકીને ચોકલેટની લાલચ આપી પાલિકાના ખુલ્લાં મેદાનમાં લઇ ગયો હતો. સતત નવ મહિના સુધી આ કેસની ટ્રાયલ ચાલી હતી. પીડિતાની જુબાની અને મેડિકલ એવિડન્સ સજા માટે મહત્વના પુરાવા સાબિત થયા હતા.

(2:44 pm IST)