Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતમાં BRTS નો કહેર યથાવત : નાનપુરા નાવડી ઓવારા પાસે મહિલાને અડફેટે લીધી : ગંભીર ઇજા

મહિલાને માથાના અને પગના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરતમાં BRTSનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં BRTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. નાનપુરા નાવડી ઓવારા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે.પુર છડપે આવતી બસએ વધુ એક મહિલાને અડફેટે લેતા મહિલાને માથાના અને પગના  ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારે હાલ મહિલને સારવાર માટે હોસ્ટિલ ખસેડવામાં આવી છે

  સુરતમાં BRTS દ્વારા અકસ્માતની જાણે હારમાળા સર્જાઈ રહી છે. અમદાવાદમાં ગઈ કાલે જ બે સગા ભાઈના મોતને પગલે ખળભળાટ મચી ગયો હતો ત્યાંરે જ સુરતમાં પણ અક્સમાતમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ જેના આગલા દિવસે સુરતમાં એક જ પરિવારના 3 લોકોને બસે કચડી માર્યા હતા. આજે ફરીથી મહિલાને BRTS બસે શિકાર બનાવી છે. રસ્તા ઉપર જીવતુ મોત ભમી રહ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે.

(1:09 pm IST)