Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઈસુઝુ યુટીલીટી તમારા ઘરે લઈ જાઓઃ નવી સ્કીમ - ઓફરનો લાભ મેળવો

અમદાવાદ : ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા તેના સંભવિત ગ્રાહકોને હાલની ડી.મેકસ પિકઅપ્સ અને એમયુએકસ એસયુવીની રેન્જના પ્રાઈસ સિલિંગ તથા સ્કીમના લાભો લેવા માટે અનુરોધ કરે છે. આગામી રેગ્યુલેટરી મેન્ડેટને ધ્યાનમાં રાખીને કંપની ડિસેમ્બર ૨૦૧૯ના અંત સુધીમાં તેનું બીએસ-૪ કમ્પલાયન્ટ વાહનોનું પ્રોડકશન બંધ કરશે. ઈસુઝુ પેસેન્જર્સના નવા બી-એસ-૬ મોડેલ્સ ઈસુઝુ ડી-મેકસ વી-ક્રોસ અને ઈસુઝુ એમયુ એકસ એસ યુવી રૂ.૩ થી ૪ લાખ જેટલા મોંઘા થવાની શકયતા છે.

જયારે કમર્શીયલ રેન્જ - ડી મેકસ રેગ્યુલર કેબ અને ડી-મેકસ એસ કેબની કિંમતમાં પણ ૧ થી ૧.૫ લાખ (તમામ એકસ શો રૂમ કિંમત) જેટલો વધારો થવાની શકયતા છે. કંપની પ્રવકતા કેપ્ટન શંકર શ્રીનિવાસે કહ્યુ હતું કે દેશમાં વાહન ખરીદનારા લોકોમાં અસ્પષ્ટતા છે. સરકારની ઘોષણા અનુસાર ૩૧ માર્ચ ૨૦૨૦ અગાઉ ખરીદાયેલા બીએસ-૪ વાહનો બીએસ-૬ નિયમો લાગુ કરાયા પછી પણ એપ્રિલ - ૨૦૨૦થી ચલાવી શકાશે.

ઈસુઝુ તેના નવા અને હાલના ગ્રાહકોને આગામી વર્ષે વધનારી કિંમતો અંગે જાણ કરે છે તે ગ્રાહકોને અનુરોધ કરે છે કે તેઓ ઈસુઝુઉ યુટીલીટી રેન્જ સાથે સ્કીમના લાભો મેળવવા યોગ્ય નિર્ણય લે. સંભવિત ગ્રાહકો ઈસુઝુ ડિલર્સ ૧૮૦૦૪૧ ૯૯૧૮૮ પર કોલ કરીને હાલની કિંમત અને ઓફર્સ મેળવી શકે છે.

(12:59 pm IST)