Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહને કોર્ટની કલીનચીટ : ષડયંત્રનો આરોપ

અમદાવાદ : ગુજરાતના અગ્રણી બિલ્ડર બાલાજી ગ્રુપના સીએમડી આશિષભાઈ શાહને કોર્ટ તરફથી કિલનચીટ આપવામાં આવી છે અને તેમના વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી પોલીસ ફરીયાદને ફગાવી દીધી છે. કોર્ટમાંથી કિલનચીટ મળ્યા બાદ આશિષભાઈ શાહે તેમના વિરૂદ્ધ થયેલી ખોટી પોલીસ ફરીયાદો અને લુખ્ખા અને ગુનાહીત તત્વો તરફથી થઈ રહેલી કનડગત અંગે પ્રેસ કોન્ફરન્સમા જણાવ્યુ કે કોર્ટ તરફથી મને ીકલનચીટ આપવામાં આવી છે. તમારી વિરૂદ્ધ તદન ખોટી પોલીસ ફરીયાદો દાખલ કરીને મારો બિઝનેસ તોડી પાડવા મારી ઈજ્જત પ્રતિષ્ઠાને લાંછન લગાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યુ છે. મારી વિરૂદ્ધ ફરીયાદ કરનાર ભાવિન પટેલ, તેજસ પટેલ સહિતના અન્ય સાથીઓ દ્વારા આ ષડયંત્ર કરવામાં આવ્યુ છે. ભાવિન પટેલ અને તેના બનેવી વિરૂદ્ધ વર્ષ ૨૦૧૬માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં હોવાનું જણાવેલ.

તેજસ પટેલ વિરૂદ્ધ પણ વર્ષ ૨૦૧૪માં બી-સમરી દાખલ કરાઇ હતી. ઉપરોકત વ્યકિતઓએ મારા અને મારા સગાઓ વિરૂદ્ધ પણ બદઈરાદાપૂર્વક પોલીસ ફરીયાદ કરી હતી. સાવન અને નીતિન મહેતા જે ચાંદખેડામાં બંગલો ધરાવે છે. મોર્ગજ લોન લીધી છે. તેમજ તેણે રૂ.૨૮ કરોડનું બેન્ક લોનનું કૌભાંડ આચર્યુ હોવાનું જણાવેલ હતું.

(12:59 pm IST)