Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતનાં રિગંરોડ પર ટેક્ષટાઈલ્સ માર્કેટમાં આગ : 6થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે: અફરાતફરી

સુરતનાં રિંગરોડ પર ટેક્ષટાઇલ્સ માર્કેટમાં આગ લાગી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ફાયર ફાયટર સહિત  તંત્ર આગ બુઝાવવા માટે ઘટના સ્થળે દોડી ગયુ છે. આગને ઝડપથી કાબુમાં લેવા માટેને પ્રયાસો હાથ ધરાયા છે.

સુરતના મિલેનિયમ માર્કેટ 2માં શોર્ટ સર્કિટને લીધે વાયરિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 6 થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી છે

(12:38 pm IST)