Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ૧૬ વિદ્યાર્થીઓની સિવીલ જજ તરીકે પસંદગી

અમદાવાદ તા ૨૨  : રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા જાહેર થયેલ ન્યાયીક સેવા (આર.જે.એસ.) ભરતી પરિક્ષા ૨૦૧૮ના પરિણામ મુજબ કુલ૧૮૦ ઉમેદવારોમાંથી ૧૬ સિવીલ જજો માટે ગુજરાતના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ૧૬ વિદ્યાર્થીઓની રાજસ્થાન આર.જે.એસ. ભરતી પરિક્ષા હેઠળ નિમણુંક આપેલ છે. આ અગાઉ ૧૦ વિદ્યાર્થીઓ ન્યાયીક સેવામાં લેવાતી વધુ ૧૬નો ઉમેરો થતાં હવે ૨૬ની સંખ્યા થયેલ છે.

રાજસ્થાન ન્યાયીક ભરતી પરિક્ષા ૨૦૧૮માં પસંદગી થનાર ૧૬ વિદ્યાર્થીઓમાં હર્ષિતા રાઠોડ, હિમ્મત રાજ, અક્ષીતવીમો, હનુમાન મીણા, દિગ્વીજય દેથા, પ્રમોદ પવાર, આકોલા મીણા વિગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત નેશનલ લો યુનિ.ના નિર્દેશીય ડો. એસ. શાંતાકુમારે જણાવ્યું હતું કે આપણા માટે એ ગોૈરવની વાત છે કે, આ યુનિ. ના ૧૬ વિદ્યાર્થીઓ દેશની ન્યાયીક સેવામાં યોગદાન આપશે. દેશમાં હાલમાં આ યુનિ. સાથે સંકળાયેલા પ૦ વધુ વિદ્યાર્થીઓ ન્યાયીક સેવામાં કાર્યરત છે.

(11:32 am IST)