Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ધો.૯ થી ૧ર ની ગ્રાંટેબલ શાળાઓમાં ૪૦૦૦ થી વધુ શિક્ષકોની ભરતી થશે

બી.એડ. સમકક્ષ ઉમેદવારોને તકઃ ટુંક સમયમાં જાહેરાત આવશે

રાજકોટ તા. રર : રાજય સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો (શિક્ષકો) ની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે. હવે પછી ટુંક સમયમાં સરકારની ગ્રાન્ટથી ચાલતી ધો. ૯ થી ૧ર ની બિનસરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાનાર છે જાહેરાત નજીકના ભવિષ્યમાં પ્રસિદ્ધ થનાર છે. જેમા બી.એડ્. સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર બનશે કુલ ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી આવી રહી છે. જેમાં મુખ્યત્વે ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનના વિષયો માટેના શિક્ષકોનો સમાવેશ થાયછે. સરકાર કક્ષાએ આટલા પ્રમાણમાં ભરતી લાંબા સમય બાદ થઇ રહી છે.

(11:32 am IST)