Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ધાનેરામાં પરિક્ષાર્થીઓ આવેદન આપ્યું

નાયબ મામલદારને પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાની રજુઆત સાથે આવેદન અપાયું

ધાનેરા ખાતે બિનસચિવાલયના પરિક્ષાર્થીઓ ગુજરાતની રૂપાણી સરકાર સામે રોષ પ્રગટ કરી ધાનેરા નાયબ મામલદારને પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાની રજુઆત સાથે આવેદન પત્ર આપ્યું હતું.

તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષાને લઈ એક વાર ફરી વિવાદ સામે આવ્યો છે. સોસીયલ મીડિયામાં કેટલાક પરીક્ષા કેન્દ્રની લાપરવાહી સામે

આવી છે.નિયત સમય કરતાં વધારે સમય સુધી પેપર લખવા આપવું મોબાઈલનો પરીક્ષા ખંડમાં ઉપયોગ કરવો આવા ફોટો તેમજ વીડિયો સોસીયલ મીડિયામાં ફરતા થતા ધાનેરા તાલુકાના પરિક્ષાર્થઓએ ધાનેરા નાયબ મામલતદારને આ બાબતે પરીક્ષા રદ કરવા માટે આવેદન પત્ર આપ્યું હતું.ધાનેરાના લાલચોકથી રેલી સ્વરૂપે પરિક્ષાથીંઓએ મામલદાર કચેરીએ પહોંચી પોતાની રજુઆત સાથે આવેદન પત્ર ધર્યું હતું.

(11:00 pm IST)