Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુરતમાં સીટી બસની અડફેટે મોતને ભેટેલા બે માસુમ સહીત ત્રણની અંતિમયાત્રામાં સર્જાયા હ્યદયદ્રાવક દ્રસ્યો

તંત્રની બાહેંધરી બાદ સમાધાન કરીને પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યા

 

સુરતમાં સીટી બસની અડફેટે મોતને ભેટેલા બે માસુમ સહિત ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા  સૌ કોઈ લોકોની સંવેદના મૃતકોના પરિવાર સાથે જોડાયેલી હતી. પોતાના બાળકની અંતિમ યાત્રામાં પરિવારની આંખો પણ અશ્રુઓથી છલકાઈ ગઇ હતી.

 સુરતમાં સીટી બસ અકસ્માત મામલે પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યા છે. તંત્ર તરફથી બાંહેધરી મળતા પરિજનોએ સમાધાન કરી ધરણા સમેટી લીધા છે અને મૃતકોના મૃતદેહનો સ્વીકાર કર્યો છે. પરિજનોએ આઠ લાખ રૂપિયાની માંગ કરી હતી જેની સામે સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો છે. જેનો પરિજનોએ સ્વીકાર કર્યો છે.

 મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. અંગે પાલિકાના ડેપ્યુટી કમીશનર એન.વી.ઉપધ્યાય જણાવ્યું હતું કે નીતિ નિયમો પ્રમાણે પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. જો કે તેમણી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી.

 

(10:37 pm IST)