Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભાજપના સાંસદ હરિભાઈ ચૌધરીના રાજીનામાની માંગ સાથે બનાસકાંઠા યુથ કોંગ્રેસના દેખાવો :કલેક્ટરને આવેદન આપ્યું

બનાસકાંઠા યુથ કોંગ્રેસે સાંસદ અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન હરિભાઈ ચૌધરીના રાજીનામાની માગ સાથે દેખાવ કર્યા હતા પીએનબી કૌભાંડમાં કથિત બે કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના મામલે નામ ઉછળ્યા બાદ યુથ કોંગ્રેસે ભાજપના આ સાંસદ  હરિભાઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા હતા અને રાજીનામાની માગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું

 યુથ  કોંગ્રેસે પ્રહાર કરતાં કહ્યું કે જો હરિભાઈએ કંઈ ખોટું કર્યું નથી તો તેઓ કેમ ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. તેમણે બનાસકાંઠાની જનતાને જવાબ આપવો જોઈએ.

(10:48 pm IST)