Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સ્મશાનની મૂર્તિઓ ખંડિત થતાં જબરો વિરોધ :બોરસદ સજ્જડ બંધ :વિશાળ રેલીમાં હજારો લોકો જોડાયા :આવેદનપત્ર પાઠવ્યું

અલગ અલગ સમાજના લોકો અને સંગઠનો દ્વારા રેલી યોજાઈ

ગાંધીનગર:બોરસદમાં સ્મશાનની મૂર્તિઓ ખંડિત કરવાના મુદ્દે  બોરસદ સજ્જડ બંધ રહ્યું હતું મૂર્તિ ખંડિત કરવાના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. બોરસદ સ્મશાનમાં ગયા અઠવાડિયે ૧૧ મૂર્તિઓ ખંડિત થતાં બોરસદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આણંદ જીલ્લાના બોરસદમાં  હિંદુ ધર્મના અલગ અલગ સમાજના લોકો અને સંગઠનોએ રેલીનું આયોજન કર્યું હતું અને બોરસદના મોટા મહાદેવથી રેલી કાઢી નગરના અલગ અલગ ભાગોમાં ફરીને બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

બોરસદ શહેરના શાંતિધામમાં આવેલી ભગવાનની મૂર્તિઓ કોઈ તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ધાર્મિકલાગણી દુભાઈ જઈને તેના કોઈ પ્રત્યાઘાતો ન પડે તે માટે બોરસદ શહેરમાંપોલીસ દ્વારા વિસ્તારોમાં પોલીસ પોઈન્ટો ગોઠવી દઈને પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

આ જ સ્મશાનમાં અગાઉ લોખંડની સગડીઓ પણ ચોરાઈ ગઈ હતી અને ભગવાનના શસ્ત્રો ચોરવા માટે તેઓની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. આ અગાઉ પણ ત્રણ વખત આવો બનાવ બન્યો હતો અને હવે ફરી પાછું આ જ રીતે મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે.

(9:49 pm IST)