Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સુરતની ફેશન ડિઝાઇનર જાહનવી પટેલના મોત બાદ તેના મિત્રની ધરપકડ

સુરત, TNN: 21 વર્ષની ફેશન ડિઝાઈનર જાહ્નવી પટેલ જેના અકસ્માતે મોત બાદ હ્રદયને મુંબઈ લઈ જવાયું હતું. હવે પોલીસે આ અકસ્માતના ગુનામાં પોલીસે જાહ્નવીના મિત્રની જ ધરપકડ કરી લીધી છે. 17 નવેમ્બરના રોજ તે જે BMW કાર પર બેઠી હતી અને તેના પરથી પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત વેસુમાં આવેલા તેના હેપ્પી રેસિડેન્સી પાસે જ થયો હતો.

મંગળવારે ઉમર પોલીસે તેના ફ્રેન્ડ રોબિન ટેલરની ધરપકડ કરી છે જે અકસ્માત દરમિયાન BMW કાર ચલાવી રહ્યો હતો. અને જાહ્નવી કારના પાછળના ભાગે (બૂટ કવર પર) બેઠી હતી. પોલીસે રોબિનની સાથે BMW કારને પણ સીઝ કરી લીધી છે. પોલીસે યુવકની ધરપકડ બાદ સાક્ષીના નિવેદન પણ લીધા છે. રોબિન BBAનો વિદ્યાર્થી છે અને તેના પિતાએ હાલમાં જ BMW કાર તેના અગાઉના રાજકોટના માલિક પાસેથી ખરીદી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 17 તારીખે બધા મિત્રો ભેગા થયા હતા ત્યારે જાહ્નવી અને તેનો ફ્રેન્ડ મુસિફા અલી (20) BMW કારના પાછળના ભાગે બૂટ કવર પર બેઠા હતા, આ દરમિયાન મિત્ર રોબિને 70 ફૂટ જેટલા અંતર સુધી કાર ચલાવી લીધી. આ દરમિયાન કારના બૂટ કવર પર બેઠેલા જાહ્નવી અને મુસિફાએ બેલેન્સ ગુમાવ્યું અને તેઓ રોડ પર ફસડાઈ પડ્યા આ ઘટના લગભગ રાત્રે 9-30 કલાકે બની હતી. આ બન્નેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેમાં જાહ્નવી બેભાન થઈ ગઈ હતી. તેના માથામાંથી ઘણું લોહી વહી ગયું હતું. આ અકસ્માતમાં મુસિફાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાની સાથે ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે, તેની હાલત ગંભીર છે. પણ તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

મંગળવારે ડૉક્ટરોએ જાહ્નવીને મૃત જાહેર કરી હતી. આ પછી તેના હ્રદયને મુંબઈના મુલુંદમાં આવેલી ફોર્ટિસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું જ્યાં તેના હ્રદયને 27 વર્ષના મશુનના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું જે હોસ્પિટલમાં મિકેનાઈઝ પંપિંગના આધારે સારવાર પર હતો.

પોલીસે તે દિવસે બનેલી ઘટના અંગે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોબીન ટેઈલરે 70 ફૂટ સુધી કાર ચલાવી હતી જે દરમિયાન જાહ્નવી અને મુસિફાએ બેલેન્સ ગુમાવ્યું, અને તે અચાનક લાગેલા આંચકાના કારણે બન્યું હોઈ શકે છે. તેને હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યારે તે ભાનમાં નહોતી. સુરતમાં જે સ્થળ પર આ અકસ્માત સર્જાયો તે ઉધના મગદલ્લા રોડ પર યુવાનોની ભીડ વધુ હોય છે. આ સ્થળ પર મોટી સંખ્યામાં યુવાન છોકરા-છોકરીઓ એકઠા થાય છે.

(5:11 pm IST)