Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મહુધા તાલુકાના વહેલી સવારે ટેમ્પીએ બાઇકને હડફેટે લીધી: ચાલકને ગંભીર ઇજા

 મહુધા:તાલુકાના બગડુમાં રહેતા વિનુભાઈ ભઈજીભાઈ બીન ભેમાભાઈ સોઢા ગઈકાલે સવારે મોટર સાયકલ નં. જીજે ૦૭ બીક્યુ ૬૨૮૦ ઉપર બગડુ ગામેથી કેરોસીન લઈને પરત ઉમેદપુરા જવા નીકળ્યા હતા. 

દરમ્યાન દોલપુરા પાટીયાથી સતાશ્રય પાટીયા વચ્ચેથી જઈ રહ્યા હતા ત્યારે દોલપુરા પાટીયાથી સતાશ્રમના પાટીયા પાસે વીણા તરફથી પૂરઝડપે હંકારી આવેલ ટેમ્પી નં. જીજે ૭ વાયઝેડ ૧૪૧૦ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલક વિનુભાઈ સોઢાને હાથ અને પગે ઈજા થઈ હતી. ટક્કર માર્યા બાદ ચાલક ટેમ્પી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

આ બનાવ અંગે વિનુભાઈ ભઈજીભાઈ સોઢાની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:08 pm IST)