Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

દિવાળી વેકેશન પૂરું થયાની અસર સુરતની એસટી બસમાં દેખાઈ: આવી 50 ટકાની ઘટ્ટ

સુરત:ની સ્કુલોમાં દિવાળી વેકેશન પુરૃ થયું છતાં પણ  સુરતના રસ્તા પર દોડતી સીટી અને બી.આર.ટી.એસ.  બસમાં મુસાફરોનું વેકેશન જોવા મળી રહ્યું છે. દિવાળી વેકેશન પહેલાં ૨.૧૦ લાખ મુસાફર હતા જે દિવાળીમાં ઘટીને ૧.૧૦ લાખ થઈ ગયાં હતા. હાલ વેકેશન પુરૃ થયું છતાં પણ મુસાફરોની સંખ્યામાં માંડ ૨૫ હજાર મુસાફરોનો વધારો થઈ મુસાફરોની સંખ્યા ૧.૪૦ લાખ થઈ છે. હજી પણ બી.આર.ટી.એસ. અને સીટી બસમાં ૫૦ હજાર જેટલા મુસાફર ઓછા હોવાથી બસની ઘટાડેલી સંખ્યા આગામી સોમવાર પછી વધારવા માટેનો નિર્ણય કરાયો છે. 

સુરતના લોકોના સામુહિક પરિવહન માટે સીટી બસ અને બી.આર.ટી.એસ. બસ. હવે પહેલી પસંદ બની રહી છે.  

બસની સંખ્યામાં વધારો કરાતા  સીટી અને બી.આર.ટી.એસ. બસમાં રોજના ૨.૧૦ લાખ મુસાફરો મુસાફરી કરતાં હતા. જોકે, દિવાળી વેકેશનના કારણે મુસાફરોનો ગ્રાફ ગબડીને સીધો ૫૦ ટકા પર આવી ગયો હતો. સૌરાષ્ટ્રીયન તથા પરપ્રાંતિય વિસ્તારમાં દિવાળી વેકેશનમાં લોકો પોતાના વતન ઉપડી જતાં બસમાં મુસાફરોની સંખ્યા ઘટીને ૧.૧૦ લાખ થઈ ગઈ હતી. જેના કારણે મ્યુનિ. તંત્રએ કતારગામ વરાછા તથા અન્ય કેટલાક વિસ્તારમાં ૯૮ જેટલી બી.આર.ટી.એસ. અને સીટી બસ દોડતી ઓછી કરી દીધી હતી. હાલ દિવાળી વેકેશન પુરૃ થયું હોવાથી મુસાફરોની સંખ્યા વધી જશે તેવી ગણતરી થઈ રહી હતી. 

(5:00 pm IST)