Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

છોટાઉદેપુમાં બે કોન્સ્ટેબલ દારૂના જથ્થા સાથે ઝડપાયા: ફરી ફરજ પર મૂકી દેતા વિવાદ સર્જાયો

વડોદરા:છોટાઉદેપુર વિસ્તારમાં દારૃની હેરાફેરીમાં ઝડપાયેલા વડોદરાના વાડી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલનો જામીન પર છુટકારો થયા. બાદ તેઓ હંગામી ધોરણે ફરજ બજાવતા હોવાથી તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પોલીસ વિભાગે કરવાને બદલે તેઓને પુનઃ ફરજ પર બંદોબસ્ત માટે મુકી દેતા વિવાદ સર્જાયો છે.

વડોદરા વાડી પોલીસમાં ફરજ બજાવતા નવા ભરતી થયેલા દિપક અને સંજય નામના બે કોન્સ્ટેબલ તાજેતરમાં મધ્યપ્રદેશથી છોટાઉદેપુર પાસેની સરહદથી વિદેશી દારૃની ૧૪૪ બોટલ સાથે વડોદરા લઈને આવતાં હતા. ત્યારે છોટાઉદેપુર પોલીસે બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

(4:53 pm IST)