Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમદાવાદના પાલડીમાં જવેલર્સ પાસેથી 50 લાખની ખંડણીની માંગણી: જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:પાલડીમાં રહેતા એક જ્વેલર્સ પાસે ૫૦ લાખની ખંડણી માંગી ન આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપનારા શખ્સ સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

આ બનાવની વિગત મુજબ પાલડીમાં રહેતા મેહુલભાઈ સોની (૩૬) ધંધુકામાં દાગીનાની બે દુકાનો ધરાવે છે. ઉપરાંત કન્સ્ટ્રક્શનનું કામ પણ કરે છે.દોઢેક મહિના પહેલા મેહુલભાઈને મોબાઈલ પર ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે ધંધુકાથી આસિક દેસાઈ બોલું છું. તમે દાગીનાના વેપારી છો અને બિલ્ડર છો એમ કહીને દેસાઈએ ૫૦ લાખ ખંડમી પેટે આપવા પડશે અને નહી આપે તો તારૃ અને તારા પરિવારનું અપહરણ કરીને જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી.આખી મેહુલભાઈ તેમના મિત્રો સાથે આસિક દેસાઈની ઓફિસે ગયા હતા. જ્યો દેસાઈએ ખંડણી માચે મે જ ફોન કર્યો હોવાનું કહ્યું હતું.  તારા મિત્ર દિનેશ વોરા પાસેથી પમ ખંડણી પેટે ૧૧  લાખ લીધા છે પુછી જોજે, એમ કહ્યું હતું.બાદમાં અવારનવાર દેસાઈના માણસો મેહુલભાઈનો પીછો કરતા હતા. ૧૯ નવેમ્બરે બે શખ્સો તેમના ફ્લેટ નજીક શંકાસ્પદ હાલતમાં જણાતા મેહુલભાઈએ  વોચમેનને બોલાવીને બન્નેને બોલાવ્યા હતા.  જેમાં એક શખ્સે તેનું નામ આકીબ લાખેપોતા હોવાનું અને ધંધુકાવાળા આસિક દેસાઈએ રેકી કરવા મોકલ્યા હોવાનું કહ્યું હતું. તે સિવાય તમારૃ અપહરણ કરીને ૫૦ લાખની ખંડમી માગવાનો પ્લાન હોવાનું પણ કહ્યું હતું.

(4:49 pm IST)