Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

દાહોદમાં મહિલા કોંગ્રેસની મીટીંગ યોજાઇઃ ગાયત્રીબા વાઘેલા દ્વારા માર્ગદર્શન

રાજકોટ : નવનિયુકત ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સમગ્ર ગુજરાતમાં મહિલા કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા પ્રવાસ શરૂ કર્યા છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના મહિલા કોંગ્રેસને આગામી ર૦૧૯ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબુત બનાવવા તથા શકિત પ્રોજેકટમાં વધુને વધુ મહિલાઓ જોડવાના પ્રયાસો કરવા અને બુથ લેવલ સુધીની કમીટી બનાવી મહિલા સંગઠનને મજબુત બનાવવા સુચન કર્યુ હતું. આ મીટીંગમાંં  પ્રભાબેન તાળયાડ, ચંદ્રીકાબેન બારીયા, રમીલાબેન ભુરીયા, ચંન્દ્રકાન્તાબેન ધાનકા, મણીબેન, મંજુલાબેન, ફુલવંતીબેન, બચુડીબેન મેડા, શારદાબેન ડાંગી, ઇશ્વરભાઇ પરમાર, બચુભાઇ બારીયા, રેણુકાબેન, મણીબેન તથા ભગવતીબેન સહિતના મહિલા હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ સંતરામપુરના રાણીસાહેબ મંદાકિની કુંવરબા બાવજીસા પરમજાદિત્યસિંહ સાથે મુલાકાત કરી વિવિધ વિષયે ચર્ચા કરી હતી.

(4:43 pm IST)