Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમદાવાદ:પાર્કિંગ પ્લોટમાં વાહનોનો અભાવ વચ્ચે દબાણ : મલ્ટીલેવલ પાર્કિંગને પણ નબળો પ્રતિસાદ

અમદાવાદ :મનપા દ્વારા પાર્કિંગની સમસ્યા હલ કરવા પાર્કિંગ પ્લોટ બનાવ્યા પરંતુ પાર્કિંગ પ્લોટમાં વાહનોનો અભાવ જોવા મળે છે તેને મલ્ટીલેવલ પાર્કિંગની જેમ નબળો પ્રતિસાદ મળ્યો છે.

 અમદાવાદ કોર્પોરેશનનું કુલ 60 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવાનું આયોજન હતું, પણ હાલ 50 જેટલા પાર્કીંગ પ્લોટ બનાવ્યા છે.દરેક વોર્ડ દીઠ એક પાર્કીંગ પ્લોટ બનાવામા આવ્યા છે. જેમા એક કલાકના ટુ વ્હીલરના 5 રુપિયા અને ફોર વ્હીલરના 10 રુપિયા ફી નક્કી કરવામા આવી છે.

 તંત્રને એમ હતું કે પ્લોટમા લોકો પાર્કીંગ કરશે. પરંતુ મોટા ભાગના પાર્કિંગ પ્લોટમાં આંગળીના વેઢે ગણાય તેટલા વાહનો પાર્ક થાય છે.જયારે સીટીએમ. ઇસનપુરના પ્લોટમાં દબાણો જોવા મળે છે. ઇસનપુરના પ્લોટમાં લકઝરીઓ પાર્ક કરેલી જોવા મળે છે. જેમાં રાતે અસામાજિક પ્રવૃત્તિ કરતી હોવાની ચર્ચા થઈ રહી છે.

(12:40 pm IST)