Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બરવાળાના રાણપરી ગામે નર્મદા કેનાલમાં પાણી છોડવા માંગ :ખેડૂતોએ કર્યા સરકાર વિરુદ્ધ સુત્રોચાર

કેનાલ ઉપર દસ ગામના 500 ખેડૂતો ઉમટયા :રોષ ઠાલવ્યો

બરવાળા તાલુકાના રાણપરી ગામ પાસેથી પસાર થતી નર્મદા મહિપરીએજ કેનાલમાં રવિ પાક માટે પાણી છોડવાની માંગ સાથે આજુબાજુના દસ ગામોના પ૦૦થી વધુ ખેડૂતો એકત્રીત થયા હતાં અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના રાણપરી ગામ પાસેથી પસાર થતી લીંબડી- વલભીપુર મહિપરીએજ નર્મદા કેનાલમાં રવિ પાકના ઉત્પાદન માટે પાણી છોડવાની માંગ સાથે એકત્રીત થયા હતાં. અને કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. રાજય સરકારના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.કે ખેડુતોને રવિ પાક માટે કેનાલમાં પીયત માટે પાણી આપવામાં આવશે. પરંતુ આજદીન સુધી કેનાલમાં પાણી છોડવામાં નહિ આવતા બરવાળા તાલુકાના રાણપરી ગામ પાસેથી પસાર થતી નર્મદા મહિપરીએજના કેનાલ ઉપર બરવાળા આજુબાજુના રાણપરી, રોજીદ, વહિયા, ચારણકી, કુંડળ, ટીંબલા, બેલા, સમઢીયાળા, કેરીયા સહિતના દસ જેટલા ગામોના પ૦૦થી વધુ ખેડુતો રવિ પાક માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે એકઠા થયા હતાં. અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યકત કર્યો હતો.

(12:50 am IST)