Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમદાવાદઃના ખોખરા વિસ્તારના રાધે મોલમાં ભીષણ આગ ભભૂકી :ત્રણ-ચાર દુકાનો ઝપેટમાં

માલ,સમાન,બોર્ડ બેનરો બળીને ખાખ :ફાયર બ્રિગેડની સાત ગાડીઓ પહોંચી

 

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ રાધે મોલના કોમ્પલેક્ષમાં એકાએક વિકરાળ આગ લાગી હતી.કોમ્પલેક્ષમાં આવેલી હોટેલમાં આગ લાગી હતી બાદ તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરાતા ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારે હવે આ ત્રણ માળના રાધે મોલમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. ફાયર બ્રિગેટની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે, મોલમાં રહેલી 3થી 4 દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ હતી. કેટલીક દુકાનોના માલ, સામાન, બોર્ડ અને બેનરો જેવી વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ છે.

(12:26 am IST)
  • શૂલપાણેશ્વર અભિયાનમાં ૮૫ હેક્ટર જમીન પર બનશે ટાઈગર સફારી :કેન્દ્ર સરકારે પાર્ક બનાવવા આપી લીલીઝંડી :સફારી માટે ટાઈગર બહારથી લવાશે access_time 1:41 pm IST

  • ભાવનગરના વલ્લભીપુરમાં ડબલ મર્ડર : મોણપુર ગામની વાડીમાં બોથડ પદાર્થ મારીને દંપતીની ક્રૂર હત્યા : મહિલાને મોઢામાં તીક્ષ્ણ હથિયારો ફટકાર્યા : પતિને ઢસડીને માર્યો હોવાની શકયતા : પોલીસ કાફલો ઘટના સ્થળે : ગુનેગારોને ઝડપી પાડવા કવાયત access_time 2:02 pm IST

  • કુમારસ્વામીને સતાથી દૂર કરવા સુધી અમો પોતાની લડાઈ ચાલુ રાખશું :કર્ણાટક પ્રદેશ ભાજપ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુયુરપ્પાએ દાવો કર્યો કે ભાજપને સતાથી દૂર રાખવા માટે જેડીએસને સમર્થન કરવાના નિર્ણય પર કોંગ્રેસને પસ્તાવો થાય છે : યેદિયુરપ્પાએ એમ પણ કહ્યું કે 104 ધારાસભ્યો ધરાવતા ભાજપને નબળું ગણી શકાય નહીં access_time 1:09 am IST