Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વડોદરામાં જેસીબીથી રોડ ખોદતાં તૂટેલી ગેસ લાઇનમાં ધડાકાભેર આગ ભભૂકી:લોકોમાં ભય

વડોદરા :શહેરના વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા મહેતા ગર્લ્સ હોસ્ટેલ નજીક સેવાસદન દ્વારા રોડ વાઇડનિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન જેસીબીથી રોડ ખોદતાં તૂટેલી ગેસ લાઇનમાં ધડાકાભેર આગ લાગી હતી.આગની ઘટનાથી લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી જોકે ગણતરીના સમયમાં ફાયર બ્રિગે઼ડ દ્વારા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કોઇ જાનહાનિ થઇ નહોતી

  . ઘટના અંગે વડોદરા ગેસ કંપનીના અધિકારી શૈલેષ નાયક મુજબ રોડથી નીચે ચાર ફૂટ એક ઇંચની ગેસ લાઇન છે. વોર્નિંગ ટેપ પણ હોય છે . પરંતુ સાવચેતીથી રોડ ખોદવામાં નહીં આવતાં આ અકસ્માત સર્જાયો હતો.

(11:13 pm IST)