Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સાપુતારા-સામગાહન માર્ગમાં ટામેટા ભરેલી ટ્રક પલ્ટી :ચાલક અને ક્લિનરને ઈજા: ટામેટાની થઈ રેલમછેલ

નાસિકથી રાજકોટ જતા ટ્રકની બ્રેક ફેઈલ થતા કાબુ ગુમાવ્યો

ડાંગ જિલ્લાનાં સાપુતારા – સામગહાન માર્ગ ઉપર એક ટામેટા ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ટ્રક પલ્ટી ખાઈ જતાં ટામેટાની રેલમ છેલ થઈ હતી.

   મળતી વિગત મુજબ મહારાષ્ટ્રનાં નાસિકથી ટામેટા ભરીને એક ટ્રક રાજકોટ જઈ રહી હતી. આ ટ્રક સાપુતારા-સામગહાન માર્ગ ઉપરથી પસાર થતાં હીલ વાળા રસ્તાને પગલે બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગૂમાવ્યો હતો. જેથી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો

  ટ્રક પલટી જતાં તેમાં ભરેલાં ટામેટાનાં કેરેટ જમીન ઉપર પડતાં ટામેટાની રેલમ છેલ થઈ હતી. આ અકસ્માતમાં ચાલક અને ક્લિનરને ઈજા પહોંચતાં સામગાહન સી.એચ.સીમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

(10:26 pm IST)