Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિવસની વિરમગામ ખાતે ઉજવણી કરવામાં આવી

વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપાબેન મિલનભાઈ ઠક્કર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિવસની ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે અમિતભાઈ શાહના જન્મદિવસની વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપાબેન મિલનભાઈ ઠક્કર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર દ્વારા અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટરના બાળકો સાથે તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારો સાથે મળીને જન્મદિનની ઉજવણી કરી હતી.

(8:12 pm IST)