Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વસોમાં માટી કાઢવા બાબતે એકજ કુટુંબના બે જૂથો હથિયારો સાથે આમનેસામને આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વસો: શહેરમાં માટી કાઢવા બાબતે ભરવાડ જ્ઞાતિના એક જ કુટુંબના બે જૂથો મારક હથિયારો સાથે આમને સામને આવી જતાં કેટલાકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગે વસો પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરીને ધરપકડનો દોર હાથ ધર્યો છે. મળતી માહિતી મુજબ વસોમાં ઈન્દિરાનગરી પાસે ધરનાથ મંદિર નજીક ગતરોજ એક જ કુટુંબના બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. ખેતરમાંથી માટી કાઢવા જેવી બાબતે એક જ કુટુંબના લોકો ઝઘડ્યા હતા. મામલો બીચકતાં આ બંને મારક હથિયારો લઈ આવી એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં કેટલાકને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. પોલીસે વનરાજ જગાભાઈ ભરવાડની ફરિયાદ લઈને મફત ગોકળભાઈ ભરવાડ, રમણલાલ ઉર્ફે બાબુભાઈ ભરવાડ, અરજણ હામાભાઈ ભરવાડ, ગોકળભાઈ જોધાભાઈ ભરવાડ, કાનજી વિઠ્ઠલભાઈ ભરવાડ, માલાભાઈ ગોકળભાઈ ભરવાડ, કરણ રણછોડભાઈ ભરવાડ, રાજુ નાગજીભાઈ ભરવાડ (તમામ રહે. નવાગામ, તા. નડિયાદ) અને રમેશ કાળીદાસ વણઝારા (રહે. વસો) વિરુદ્ઘ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે મફતભાઈ ગોકળભાઈ ભરવાડની ફરિયાદના આધારે મફતભાઈ જગાભાઈ ભરવાડ, વનરાજ જગાભાઈ ભરવાડ, અજય જગાભાઈ ભરવાડ, દેવકરણ જગાભાઈ ભરવાડ, જગાભાઈ જલાભાઈ ભરવાડ, નાગજીભાઈ જલાભાઈ ભરવાડ, માલાભાઈ ભરવાડ અને કાનજીભાઈ મીઠાભાઈ ભરવાડ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(6:13 pm IST)